સરસ મજાનુ ગુલાબ,એમા લખ્યું હરેશ તે મારું નામ,
મને મળવું હોય તો આવજો,વિંઝુવાડા છે મારું ગામ.
મારા ગામનો પ્રદેશ નથી વેરાન, ઉજ્જડ, કે સૂકો,
મા ખંભલાવનું મંદિર છે જ્યાં, એ માંડલ છે તાલૂકો.
મારા ગામમાં નથી પ્રાંતવાદ,કોમવાદ કે સગાવાદ,
લખવું હોય તો લખી લેજો, જિલ્લો છે અમદાવાદ.
મારા ગામની તમને દુનિયામા ક્યાંય નહી જડે જોડ,
ભાઈ, આડત્રીસ એકવીસ ત્રીસ છે અમારો પીન કોડ.
મળે જો સમય, મુલાકાત લેજો તમે મારા ગામની,
નહિતર તમારી આ મહામૂલી જીંદગી શું કામની ?
બહુ જ મસ્ત લખ્યુ છે.
કવિ થઇ ગયા.
રામ રામ મારા વિંઝુવાડાવાસીઓને.
મારા ગામનુ ગૈરવ જળવાઇ રહે એ જ મારી આશા.
જય માતાજી,
વિંઝુવાડા અમારી માત્રૃભુમી છે અમે આ ગામના ઠાકોર છીએ અને આ ગામ અમારી અટક છે વિંઝુવાડીયા અમે લગભગ 700 વર્ષ પહેલા આ ગામ ને મુક્યુ હતુ જ્યારે અહેમદશાહે કબજા મા લીધુ હતુ અમે તેમની ગુલામી ન સ્વીકારી તેથી તેને અમને ગામ નીકાલો આપ્યો હતો અમે મુળ શાખ થી ચૌહાણ છીએ પણ અમારા વિંઝુવાડા ને ન ભુલી જાય એટલે વિંઝુવાડા ને ખુદની શાખ બનાવી ને નીકળ્યા હતા આજ અમે સમગ્ર વિંઝવાડીયા ચૌહાણ ઠાકોર સૌરાષ્ટ્ર મા વસવાટ કરી રહ્યા છીએ. વિંઝુવાડા તો ધણા સમય પહેલા જ છોડી ચુક્યા છીએ પણ વિંઝુવાડા ને અમે ભુલીયા નથી. વિંઝુવાડા ખાલી ઠકરાત જ નહી સ્વાભિમાન છે અમારુ.
જય માતાજી હરેશભાઈ.
વિંઝુવાડા અમારા માટે કોઈ એક ગામ નથી પણ વિંઝુવાડા અમારી શાખ છે. વિંઝુવાડા ગામ પરથી વિંઝવાડીયા અટક છે અમારી આ. આ ગામને મુક્યુ એના લગભગ સાત સો વર્ષ જેટલો સમય વિતી ગયો છે અમારો.
મુળ શાખ થી અમે ચૌહાણ છી. અહેમદશાહના આક્રમણ મા વિંઝુવાડા ગામને હારી જવાથી અમારે તેના દબાવમા આ ગામને મુકવું પડ્યું હતુ અને સમગ્ર ચૌહાણ કુળ આ ગામથી ચાલ્યુ ગયુ હતુ અને આ ગામને ભુલી ન જાય એટલે આ ગામને અમે અમારી શાખ બનાવીને નિકળ્યા હતા. ત્યાર પછી ક્યારેય અમે આ ગામમા પાછા નથી આવીયા. આજ તે ચૌહાણ કુળ ની સતરમી પેઢી સૌરાષ્ટ્રમાં વસવાટ કરે છે.