Tag Archives: Program

દિલ ની ભાષામાં લખાયેલ પ્રોગ્રામ છે

પ્રેમ મારો એ દિલ ની ભાષામાં લખાયેલ પ્રોગ્રામ છે.
તને પહેલી નજરે જોતા જ ઉરમાં થયેલ સંગ્રામ છે.

દૂર લીમડાં નીચે ઉભેલી લાગતી તું ગ્લોબલ વેરિયેબલ,
જાણે દિલના નલ પોઇન્ટરને સોનેરી મળેલ મુકામ છે.

લુઝલી કપલ્ડ તારા ઘાટીલાં વાળ જાણે કે ઓપન સોર્સ,
મસ્ત મસ્ત લહેરાતી એ જુલ્ફો ને હજારો કરેલ સલામ છે.

મીઠું મલકાતા ચહેરાની નજાકતમાં લાગતી તું મેટ્રો યુઆઈ,
બચપણથી ઈંતજાર કરી રહેલ દિલ ને મળેલ પરિણામ છે.

અમી ભરી આંખો તારી લાગે જાણે કર્નલનો પ્રોગ્રામિંગ કોડ,
મલ્ટી ટાસ્ક સીપીયુ યે સ્કેડ્યુલિંગ પર મૂકેલ પૂર્ણવિરામ છે.

હોત જો મારા આ લેપટોપને વાચા તો આજે બોલી ઉઠત કે,
હરેશ તારા હ્રદયમાં એની યાદોને હમેંશા મળેલ આરામ છે.