માણસની અંદર હવે માણસ કયા જડે છે?
મોકો શોધી મજાનો એ પ્રસંગે પ્રસંગે નડે છે.
મગરમચ્છ નર્યા આંસુ સારી હમદર્દી લેવા,
વારે તહેવારે બધા સામે પોક મૂકીને રડે છે.
બીજાની ભૂલો કાઢવામાં વ્યસ્ત એનું જીવન,
અરીસાની અંદર જોવાથી શું કામ એ ડરે છે?
પોતાના અહંમને સ્વમાન સમજી એ સજ્જન,
શાણો બની સ્વજન સાથે વાતે વાતે લડે છે.
હું જ સાચો, હું જ શ્રેષ્ઠ, ને હું જ સર્વે સરવા,
હરેશ આમ તો જો, સેંકડો સમશાને બળે છે.