Category Archives: Love

મજાનું છે

દુઃખ હવે ક્યાં મને બીજા કશાનું છે?
તુ જો હોય સાથે તો બધું મજાનું છે.

હતું જે મારું સપનું હકીકત વિનાનું,
એ તારા પ્રતાપે પુરાવા સાથેનુ છે.

મારું ગામ

સરસ મજાનુ ગુલાબ,એમા લખ્યું હરેશ તે મારું નામ,
મને મળવું હોય તો આવજો,વિંઝુવાડા છે મારું ગામ.

મારા ગામનો પ્રદેશ નથી વેરાન, ઉજ્જડ, કે સૂકો,
મા ખંભલાવનું મંદિર છે જ્યાં, એ માંડલ છે તાલૂકો.

મારા ગામમાં નથી પ્રાંતવાદ,કોમવાદ કે સગાવાદ,
લખવું હોય તો લખી લેજો, જિલ્લો છે અમદાવાદ.

મારા ગામની તમને દુનિયામા ક્યાંય નહી જડે જોડ,
ભાઈ, આડત્રીસ એકવીસ ત્રીસ છે અમારો પીન કોડ.

મળે જો સમય, મુલાકાત લેજો તમે મારા ગામની,
નહિતર તમારી આ મહામૂલી જીંદગી શું કામની ?

સંબંધ શુ ?

કોઇ આંખને પૂછે,પાંપણ અને પોપચા વચ્ચેનો સંબંધ શુ?
આંખ એમને પૂછે,આ અઘરાં સવાલનાં ઉત્તરનો અરથ શુ?
મારે મનતો આંખ,પાંપણ ને પોપચા,ત્રણેય પ્રેમનાં પ્રતિક
વાદળ વરસે ગગન થી, ધરા ન પૂછે કદિ કેમ વરસ તું?

ઝરણું…

તમારૂં સ્મરણ એટલે,
મારે પ્રેરણાનું ઝરણું.
સદાય ખળખળ વહેતુ,
સુવિચારો રૂપી ઝરણું.

મૌન..

તમારી બોલવાની ભાષા એટલે મૌન,
અમારી સાંભળવાની ભાષા એટલે મૌન,
કેવો યોગાનુયોગ સર્જાયો છે પ્રણયમાં,
એકનું શસ્ત્ર,બીજાનું સરક્ષણ એટલે મૌન.

બની ગયો..

 તારા મંડળમાંથી તારો તુટ્યો તો રવિ બની ગયો,
તારી યાદોનાં વમળમાં ડૂબ્યો તો કવિ બની ગયો.

ઠોકરો વાગ્યા કરી મને હરદમ રાહે મહોબ્બત પર,
તારી કૃપા જો, એમા પણ અનુભવી બની ગયો.

પ્રેમ નો મતલબ સમજાયો તારા દૂર જવા બાદ,
તે અવગણ્યા કર્યો તો થોડો દુન્યવી બની ગયો.

સંબંધો હોય છે અહીં તો ક્ષણ-ક્ષણ નાં મેળાવડા,
જ્યાં વધું પરિચિત હતો ત્યાં અજનબી બની ગયો.

હીરાં, માણેક, ઝવેરાત, સઘળું લૂંટી ગયા બધાં,
રૈયત વિનાના કોઇ રાજનો હું રાજવી બની ગયો.

અવળાં હાથે લખ્યા હશે વિધાતાયે લેખ હરેશના,
એટલે રેખા વિનાના હાથનો માનવી બની ગયો.