અવ્યક્ત અભિવ્યક્તિ – Unexpressed Expression

This ghazal captures my journey of learning to conceal my emotions and restrain the overwhelming waves within. Over the years, I’ve found it challenging to express my feelings directly, so I’ve learned to articulate them through the intricate verses of a ghazal.

 

લાગણીઓને છુપાવતાં આવડી ગયું,
ઉમળકાઓને સમાવતાં આવડી ગયું.

વ્યક્ત ન કરી શક્યા હોઠ વર્ષો સુધી,
ગઝલમા ગુંથી વર્ણવતાં આવડી ગયું.

બંધ કર્યું કીકીએ સંતાકૂકડી રમવાનું,
પાંપણ ઝુકાવી નિરખતા આવડી ગયું.

તું બોલાવેને હું ના આવું એવું બને નહીં,
હવે તને પણ આવકારતા આવડી ગયું.

સ્વપ્ન જેવી છે સાથે વીતાવેલી પળે પળ,
હરેશને યાદો શણગારતા આવડી ગયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *