In the enchanting presence of someone special, ordinary words metamorphose into poetic symphonies, and simple utterances unfold as captivating Gazal.
અહીંની સાંજ, ખરેખર રોજ સાંજે બહુ મસ્ત હોય છે,
કેમ ના હોય, સૂરજ તારી બાહોમાં જો અસ્ત હોય છે.
જાહેર એકાંતમાં પણ મળી શકે છે એ સહુની વચ્ચે,
જયાં લાગણીઓના સંબંધો સદાય સ્વસ્થ હોય છે.
વર્ષો થી સંઘરેલી વાતો વાગોળી લવ એની સાથે,
સમજણની છાવણીમાં શબ્દો સદા પરસ્ત હોય છે.
અદાકારી એની આંખોથી ઉરમાં ઉતરી ગઈ આજે,
ઘણાં અંગત અભિનય, કદીક જગ સમસ્ત હોય છે.
મહેંકી રહીં છે ખુશ્બૂ મસ્ત બની હરેશનાં ઉપવનમાં,
લોકો શું જાણે કે તુ એને સજાવવામાં વ્યસ્ત હોય છે.