મારા વિશે કઈંક લખ, એવુ ના બોલતી ફરીશ તુ વારંવાર,
હું તો લખી નાખીશ, પણ પછી વાંચતી રહીશ તુ વારંવાર.
મને સમજાતું નથી કે તારા વિશે બધુ જાણી ને તુ કરીશ શું?
ખબર તો તને પડશે નહિ , પછી પૂછતી રહીશ તુ વારંવાર.
કર્મ થી કાંઈ હું ગઝલકાર નથી, ને શબ્દો મારાં ગઝલ નથી.
સમજાવી નહી શકુ હું બધું, તોય સમજતી રહીશ તુ વારંવાર.
સમય ક્યા મળે છે હવે પહેલાની જેમ તારા વિશે લખવા માટે,
પણ નઝમ બની મારા વિચારોમા આવતી રહીશ તુ વારંવાર.
હરેશ તારી લાગણીઓ વિશે લખી લખી ને કેટલુ લખે?
શબ્દ હશે, શ્વાશ હશે, ત્યાં સુધી લખાતી રહીશ તુ વારંવાર.
આજ જુના દસ્તાવેજ ખોલ્યા, લાગણીઓના સરવૈયા જોડ્યા,
કોઈના ઉધાર તો કોઈના જમા જોયા,
એ એક જ સામે અઢાર જોયા,
મન થયું ઉધાર જમા સરખું કરી લઉં,
ત્યાં તો મુદ્દલ કરતા વધારે વ્યાજ જોયા