અપવાદ છે March 9, 2013 બધી વાતમાં એ અપવાદ છે, જે પોતે જ પ્રેમ નો સંવાદ છે. ભીંજાઈ જવામાં એની મજા છે, ઝરમર વરસતો એ વરસાદ છે. જાણી શકો એને તો એ જીવન છે, પ્રભુએ આપેલો પાવન પ્રસાદ છે. હસતા હોઠ એના હરિના દ્વાર છે, આંખો થી માણો તો આશિર્વાદ છે.