પ્રસંગ પણ મહાપ્રસંગ બની જાય, જ્યારે એમાં કોઇ પોતાનું મળી જાય.
દિલમાં સંઘરેલી યાદો ખીલી ઉઠે, જ્યારે હવામાં એની ખુશ્બૂ ભળી જાય.
એ આંખો સામે હોય છતાં પણ આંખો તો એનો જ ઈંતજાર કરતી હોય,
વર્ષોથી જાણતા હોવ જેને, એની જ સાથે ફરીથી ઓળખાણ થયી જાય.
જે ખુદ જ્ સૌથી વધારે કિંમતિ હોય એને બીજી કોઇ ભેટની જરૂર શાની,
ઘડી બે ઘડી થાય વાતચીત ને, એમને સમય ની મહા ભેટ મળી જાય.
સાંભળ્યું હતું મે શાસ્ત્રનાં શ્રવણમાં કે પરિવર્તન તો છે સંસારનો નિયમ,
પણ સુંદર શબ્દો એમનાં સાંભળી, ખુદ સમય પણ ક્ષણ માટે થંભી જાય.
જ્યાં સંબંધ હોય નિસ્વાર્થ સ્નેહનો, એ ખુદ પધારી પ્રસંગ દિપાવી જાય,
ને ત્યારે હરેશનાં દિલનું એ સપનું, સપનું મટી એક હકીકત બની જાય.