લેબ હતી, કોલેજ હતી,યુનિવર્સીટી હતી,
સાથે હતી, સુંદર હતી, શરમાતી હતી.
તારે તો કી-બોર્ડ પર ફરતી આંગળી હતી,
મારે તો જીવન પ્રોગ્રામની પહેલી લીટી હતી.
ક્ષણ હતી, મિનિટ હતી, ઘડી હતી.
શાંત હતી, સભ્ય હતી, સ્નેહી હતી,
તારે તો સમયની સાથે થયેલી સંધિ હતી,
મારે તો પળ પળ માં વીતતી સદી હતી.
આંખો હતી, પાંપણ હતી, કીકી હતી,
રસીલી હતી,રંગીલી હતી,પ્યારી હતી.
તારે તો આંખોની અમથી એ મસ્તી હતી,
મારે તો એમાં ડૂબતી જીવન કસ્તી હતી.