જીંદગીયે આપેલા ઘાવ જોઈ લ્યો,
કિનારે ડૂબતી આ નાવ જોઈ લ્યો.
હું જ્યા જ્યાં ચાલ્યો તો ત્યાં ત્યાં,
ભૂંસાયેલા પગલાંની છાપ જોઈ લ્યો.
નિખાલસ હતો એટલે હારતો રહ્યો,
કેવા રમ્યાં છે તે દાવ જોઈ લ્યો.
એમની ચૂપકીદીને સોનાનો ઢાળ,
કટાયેલી અમારી રાવ જોઈ લ્યો.
મહોબ્બતમાં થયું આ જીવન ખંડેર,
સુભાષિત્ એમના પડાવ જોઈ લ્યો.
ફના થયા અમે મહોબ્બતના નામ પર,
બેવફાઈથી એમનો લગાવ જોયી લ્યો.
હરેશનું ભાગ્ય અમથું ના બદલાયું,
હસ્તરેખાઓ વચ્ચે તનાવ જોઈ લ્યો.