તારા મંડળમાંથી તારો તુટ્યો તો રવિ બની ગયો,
તારી યાદોનાં વમળમાં ડૂબ્યો તો કવિ બની ગયો.
તારી યાદોનાં વમળમાં ડૂબ્યો તો કવિ બની ગયો.
ઠોકરો વાગ્યા કરી મને હરદમ રાહે મહોબ્બત પર,
તારી કૃપા જો, એમા પણ અનુભવી બની ગયો.
પ્રેમ નો મતલબ સમજાયો તારા દૂર જવા બાદ,
તે અવગણ્યા કર્યો તો થોડો દુન્યવી બની ગયો.
સંબંધો હોય છે અહીં તો ક્ષણ-ક્ષણ નાં મેળાવડા,
જ્યાં વધું પરિચિત હતો ત્યાં અજનબી બની ગયો.
હીરાં, માણેક, ઝવેરાત, સઘળું લૂંટી ગયા બધાં,
રૈયત વિનાના કોઇ રાજનો હું રાજવી બની ગયો.
અવળાં હાથે લખ્યા હશે વિધાતાયે લેખ હરેશના,
એટલે રેખા વિનાના હાથનો માનવી બની ગયો.