જીવનમાં એક એવી યાદ હોવી જોઈયે,
જ્યાં ના કદી કોઈ ફરિયાદ હોવી જોઇયે.
સંબંધોની ઇમારત રહે અડગ જીવનભર,
પ્રેમની મજબૂત બુનિયાદ હોવી જોઇયે.
મુકતપણે મસ્ત બની માણી શકો જેને,
જીંદગી તો એવી આબાદ હોવી જોઇયે.
લાંછન ના લાગે કદી એની આભા ને,
લાગણીઓ એવી નિર્વિવાદ હોવી જોઇયે.
હરેશ ઈચ્છે છે કે હોય સામ્યતા બધામાં,
છતાં બધામાં એ અપવાદ હોવી જોઇયે.
Really Nice One !