રોજ રોજ યાદ આવ્યા કરે મને મારી વહાલી બકુ,
હર પળ ખૂબ હસાવ્યા કરે મને મારી વહાલી બકુ
નાની નાની વાતમાં અમથી-અમથી રિસાયા કરે,
ને પછી બહું સતાયા કરે મને મારી વહાલી બકુ.
ઓઝલ થયી જાય સ્મૃતિપટ પર થી ધુમ્મસની જેમ,
ને ફરી ઝાકળમાં દેખાયા કરે મને મારી વહાલી બકુ.
જમવાનુ, સુવાનુ, હરવાનુ, ફરવાનું ને કામ કરવાનુ,
બધામા નિયમિત બનાવ્યા કરે મને મારી વહાલી બકુ.
વહાલતો એવુ કરે કે જાણે લાગણીની કોઇ પાઠશાળા,
પ્રેમના પ્રકરણો શિખાવ્યા કરે મને મારી વહાલી બકુ.
દુકાળ હોય જ્યારે માનવતાનો સંબંધોના પ્રદેશમાં,
નિસ્વાર્થ સ્નેહથી ભીંજાવ્યા કરે મને મારી વહાલી બકુ.
આવી ભોળી,મસ્ત,મજાની ને ઢીંગલી જેવી છે મારી બકું,
એટલે હર નજરમાં દેખાયા કરે મને મારી વહાલી બકુ.
પ્રેમના અસ્ત-ઉદયની ગાથા ગાતા થાકી જાવ ત્યારે,
મારા સ્પંદનોમા સાંભર્યા કરે મને મારી વહાલી બકુ.