ગુલાબની જેમ સદા ખીલતા રહો,
ને દિલ ખોલી ને રોજ હસતા રહો.
પામો તમે બધી ખુશી જીવનમાં,
હર પળ આંનદ થી માણતા રહો.
રોજ મળવું તો શક્ય નથી,
ક્યારેક આમ યાદ કરતા રહો.
સમય જતા થતા ક્યાં વાર લાગે છે?
ક્યારેક ઘડી ને બે ઘડી રોકતા રહો.
લાગણીઓ થી પર હોય છે પ્રેમ,
જે છે પોતાના એને સદા પામતા રહો.
ક્ષિતિજ ને ક્યાં સીમા હોય છે?
મન મૂકી ને બધે વિસ્તરતા રહો.