એક દિવસ એક અજબ વાત થયી ગયી,
અજાણતા એમનાંથી ફરિયાદ થયી ગયી,
લોકો દૂર હતા તો કેટલા સારા હતા,
નજીક આવ્યા પછી તો કેવા થયી ગયા.
કેમ કરી સમજાવુ એમને કે તે ,
દિલથી સદા કેટલા નજીક હતા.
આંખોમા રહેતી એમની તસ્વીર,
ને દિલમાં એમના ગીતો હતા.
વાર તહેવારે એમના આશીષ હતા,
મારા શબ્દોમાં એમના સૂરો હતા.
એ કહે કે મને એમના માટે સમય નથી,
અરે ભલાં,મારો તો સમય પણ એજ છે.
બધું નિરંતર બદલાતું રહ્યું મારા જીવનમાં,
માત્ર એમના પ્રત્યેની લાગણી યથાવત રહી,
સુખ ને દુખમાં સંગીની બની સાથે રહી,
મારી હોવા છતાંય મારાથી પર રહી.