નિત્ય યાદ બની તડપાવ્યા કરતું એક નામ,
સપનામાં આવીને સતાવ્યા કરતું એક નામ.
બીડેલા હોઠો વચ્ચે દબાયા કરતું એક નામ,
ટહુકો થઈ કાનમાં પડઘાયા કરતુ એક નામ.
સૂરજના કિરણોમાં પ્રકાશ્યા કરતું એક નામ,
ચાંદ ની ચાંદનીમાં ચમક્યા કરતું એક નામ.
વિચાર વમળમાં વલોવાયા કરતું એક નામ,
કલમનાં ટેરવે સતત ઘૂંટાયા કરતું એક નામ.
સ્નેહીજનો ની વચ્ચે સંતાયા કરતુ એક નામ,
દિલદારના દિદારમાં દેખાયા કરતુ એક નામ.
માળાનાં સૌ જાપમાં રટાયા કરતું એક નામ,
હરેશની હસ્તરેખામાં રચાયા કરતું એક નામ.